નવી દિલ્હી: દિલ્હીની બોર્ડર પર થઈ રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારના મંત્રીઓએ હવે સ્પષ્ટતા કરવાની શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ કૃષિ કાયદાને વિશે ગેરસમજમાં ન રહે. ખેડૂતોના પાક ખરીદવા માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) ને ખતમ કરવામાં આવ્યું નથી. નવા કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: સિંઘુ અને ટિકરી બોર્ડર પર જામ, ખેડૂતોએ સરકારની નિયત પર ઉઠાવ્યા સવાલ


કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું કે, 'કૃષિ કાયદા પર ગેરસમજ ન રાખો. પંજાબના ખેડૂતોએ ગત વર્ષે સૌથી વધુ ધાન મંડીમાં વેચ્યું અને વધુ MSP પર વેચ્યું. MSP પણ જીવંત છે અને મંડી પણ જીવંત છે અને સરકારી ખરીદી પણ થઈ રહી છે.'


કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક PM મોદીના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા, જાણો શું છે મામલો


ઓછો નથી થઈ રહ્યો કિસાનોનો ગુસ્સો
દિલ્હી-યૂપી બોર્ડર એટલે કે ગાઝીપુર બોર્ડર પર કિસાનોએ ટ્રેક્ટર પર જ પોતાનું ઘર બનાવી લીધું છે. ઠંડીથી બચવા માટે ધાબળા પણ લાવ્યા છે. રસ્તા પર તાપણા પણ કરવામાં આવી રહ્યાં છે. સાથે કિસાનોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. 


કિસાનોએ આપી આગામી 4 મહિના સુધી ધરણા કરવાની ધમકી
કિસાન નેતાઓનું કહેવું છે કે તેમની પૂરી તૈયારી છે અને જરૂર પડી તો તેમની પાસે આગામી ચાર મહિના ધરણા આપવાની વ્યવસ્થા છે. કિસાનોની જાહેરાત બાદ સરકારની ચિંતા વધી ગઈ છે.


જેપી નડ્ડાના ઘરે હાઇલેવલ બેઠક
કિસાનોની આ ચેતવણી વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ સિવાય રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ બેઠક બે કલાક ચાલી હતી. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમા કહ્યુ કે, આ કૃષિ સુધારાએ કિસાનોને નવા અધિકાર અને અવસર આપ્યા છે અને ખુબ ઓછા સમયમાં તેમની મુશ્કેલીઓને ઓછી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube